Tuesday, August 16, 2011

HEART TOUCHING

મિત્રો જો તમારી પાસે ટાઈમ હોય તો વાચજો....બહુ જ HEART TOUCHING છે.. તોપ્રસ્તુત છે

"મિલ્કત"…

આજે મહેશ અને મીનાને સવારથી કંઇ ખાવા ન’તુ મળ્યું.મા મજૂરીએ ગઇ હતી.અને બાપના તો આમે યે કયાં કદી ઠેકાણા હતા?દારૂ પી ને કયાંક પડયો હશે!!તેની આ છ અને આઠ વરસના ભાઇ બહેનને યે ખબર હતી.!!બંને ભૂખથી વ્યાકુળ બન્યા હતા.પણ કરવું શું? એ સમજાતું નહોતું.બંને ફૂટપાથ પર નીકળી પડયા.
......
આમેય ઘણીવાર ભૂખ લાગે ત્યારે આ ફૂટપાથ પરથી તેમને કંઇ ને કંઇ મળી જ રહેતું.કેમકે અહીં સામે શ્રીમંત લોકોના બંગલા હતા.અને તેમની બારીઓમાંથી તેમના છોકરાઓ કંઇ ને કંઇ ફેંકતા રહેતા.કયારેક અડધી ચુસેલી કેરીના ગોટલા,કે અડધા ખાધેલ કેળાના ટુકડા..તો કયારેક બિસ્કીટના કટકા..કે કયારેક રોટલી ના ટુકડા….!! એવું એવું કેટલું યે મળી રહેતું…જેના વડે ભાઇ બહેન ઘણીવાર પોતાના પેટની આગ ઠારવાનો પ્રયત્ન કરતા.

આજે યે બંને આશાભરી આંખે એ બારી સામે જોઇ રહ્યા હતા.અને નીચે વળી ને શોધી રહ્યા હતા.અચાનક મીનાની નજર અડધા ખાધેલને નીચે વેરાયેલા બિસ્કીટના ટુકડા પર પડી.તે દોડી….

”ભઇલા,આ જો બિસ્કીટ…!!!” બંને ભાઇ બહેન નીચા વળ્યા.ભાઇના હાથમાં એક કટકો આવ્યો ત્યાં તો પાછળથી એક જોરદાર લાત પડી.બંને ના મોં માંથી ચીસ નીકળી ગઇ.શું થયું તે સમજાયું નહીં.બને ચોંકીને ઉભા થઇ ગયા.

ઉપરવાળા શેઠ નીચે ઉતર્યા હતા.તેના છોકરાનો સોનાનો ચેન ખોવાઇ ગયો હતો.અને તેમને હતું કે કદાચ અહીં બારીમાંથી છોકરાએ ફેંકી દીધો હશે.અને તેથી તે નીચે તપાસ કરવા આવ્યા હતા.ત્યાં તેણે છોકરાને નીચે વળી ને જલ્દી કંઇક લેતા જોયા.

બસ….! તેને થયું કે નક્કી આ ભિખારી છોકરાએ જ ચેન લઇ ને હાથમાં સંતાડી દીધો છે.!!

એ સિવાય નીચેથી બીજું કંઇ લઇ શકે તેવી તો તેને કલ્પના યે કયાંથી આવે???? તેણે છોકરાની મુઠ્ઠી ખોલવા પ્રયત્ન કર્યો.પણ મહેશે મુઠ્ઠી સખત બંધ કરી દીધી હતી.

એમાં તો તેની અમૂલ્ય મિલ્કત હતી!!!તેની ભૂખ સમાવવાની મિલ્કત! તે કેમ તે આપી દે?

શેઠને વિશ્વાસ આવી ગયો કે નક્કી તેના હાથમાં ચેન જ છે!!તો જ છોકરો ન ખોલે ને!!!

તેણે છોકરાને એક તમાચો મારી દીધો અને ફાવે તેમ બોલવા માંડયા.બંને ભાઇ બહેન તો ડઘાઇ ગયા .. વાત .શું હતી તે તેમને સમજાયું નહીં

શેઠ ચેન અને ચોર ..એવું કેટલું યે બબડતા જતા હતા.અને મારતા જતા હતા. અંતે શેઠે માંડ માંડ છોકરાની મુઠ્ઠી ખોલીને તેમાંથી ચેન લેવાનો પ્રયત્ન કર્યો.ત્યાં તેના હાથમાં ચેન ને બદલે ભાંગેલા બિસ્કીટનો ભૂક્કો આવ્યો!!!

શેઠ બિસ્કીટના ભુક્કા સામે અને મહેશ અને મીના પોતાની બધી યે” મિલ્કત “લૂંટાઇ જતી ને વેરાઇ જતી જોઇ રહ્યા.!!!!!!!

Friday, December 25, 2009

akash

marry cristmas